નરેશ કનોડિયા (૨૦ ઓગસ્ટ ૧૯૪૩ - ૨૭ ઓક્ટોબર ૨૦૨૦) ગુજરાતી ચલચિત્ર જગતનાં પીઢ કલાકાર હતા.
તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં મહેસાણા
જીલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો
હતો. તેમની પત્નીનું નામ રીમા છે. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ હતા.
૨૭
ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે તેમનું અવસાન કોવિડ-૧૯ના કારણે થયું હતું. તેમના
ભાઇ મહેશ ૨ દિવસ પહેલા અવસાન પામ્યા હતા.
નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી
અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ
કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી. તેઓ મહેશકુમાર એન્ડ
પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા હતા.
નરેશ
કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલા મારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫
ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત
પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું
છે. તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર
છે. નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર
જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં
સફળ ચલચિત્રો આપ્યાં.
તેઓ ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.
તેમનું
જીવનવૃત્તાંત સૌના હ્રદયમાં હંમેશ: મહેશ-નરેશ તરીકે ૨૦૧૧માં પ્રકાશિત થયું
હતું.
ચલચિત્રો
ચલચિત્ર |
નોંધ |
જોગ-સંજોગ |
|
હિરણને કાંઠે |
|
મેરૂ માલણ |
|
માબાપને ભૂલશો
નહી |
ઉપેન્દ્ર ત્રિવેદી સાથે |
મોતી વેરાણા ચોકમાં |
|
પાલવડે બાંધી
પ્રીત |
|
ભાથીજી મહારાજ |
|
પરદેશી મણિયારો |
|
વણઝારી વાવ |
|
તમે રે ચંપો ને
અમે કેળ |
|
જુગલ જોડી |
અસરાની સાથે |
તાનારીરી |
|
વેણીને આવ્યાં
ફૂલ |
|
જીગર અને અમી |
સંજીવ કુમાર સાથે |
કડલાની જોડ |
કિરણ કુમાર સાથે |
સાયબા મોરા |
કિરણકુમાર સાથે |
રાજકુંવર |
અરવિંદકુમાર સાથે |
ટહુકે સાજણ
સાંભરે |
|
લોહી ભીની
ચુંદ્ડી |
|
વીર બાવાવાળો |
|
કંકુની કિંમત |
ડેની, વિનોદ મેહરા અને બિંદીયા ગોસ્વામી સાથે |
સંત સવૈયાનાથ |
|
હિરલ હમીર |
|
શરદ પૂનમની રાત |
પુનીત ઈસ્સર સાથે |
રાજ રાજવણ |
|
મારે ટોડલે બેઠો
મોર |
|
ઢોલી |
|
ઝુલણ મોરલી |
|
ગોવાળીયો |
હીતુ કનોડીયા
સાથે |
ધંતીયા ઓપન |
|
બાપ ધમાલ, દીકરા કમાલ |
હીતુ કનોડીયા
સાથે |
જોડે રહેજો રાજ |
|
પારસ પદમણી |
રાજીવ સાથે |
કાળજાનો કટકો |
રણજીત રાજ સાથે |
બેની હું તો બાર
બાર વરસે આવીયો |
|
વટ વચન ને વેર |
|
લાડી લાખની સાયબો
સવા લાખનો |
|
કેશર ચંદન |
|
નર્મદાને કાંઠે |
|
મહેંદી રંગ
લાગ્યો |
|
વિશ્વકર્મા |
|
રાજ રતન |
|
સાજણ હૈયે સાંભરે |
મણિરાજ બારોટ સાથે |
પંખીડા ઓ પંખીડા |
|
તારી મહેંદી મારે
હાથ |
|
ઉજળી મેરામણ |
|
વટનો કટકો |
અરૂણ ગોવિલ સાથે |
ઉંચા ખોરડાની
ખાનદાની |
|
દુ:ખડા ખમે ઇ
દીકરી |
|
સોનલ સુંદરી |
|
શેરને માથે
સવાશેર |
દિપક ઘીવાળા સાથે |
ગરવો ગુજરાતી |
|
ઊંચી મેડીના ઊંચા
મોલ |
|
અખંડ ચુડલો |
|
મેરૂ મુળાંદે |
|
શ્રી નાગદેવ કૃપા |
|
પ્રીત પાંગરે
ચોરી ચોરી |
|
આંગણિયા સજાવો
રાજ |
|
દોઢ ડાહ્યા |
|
દલડું લાગ્યું
સાયબાના દેશમાં |
|
મન સાયબાની મેડીએ |
|
રૂડો રબારી |
|
હાલો આપણા મલકમાં |
|
સૌભાગ્ય સિંદુર |
નિરૂપા રોય સાથે |
ઓઢું તો ઓઢું
તારી ચુંદડી |
|
छोटा आदमी |
હિંદી |
પરભવની પ્રીત |
|
સાજણ તારા
સંભારણા |
|
રઢિયાળી રાત |
|
મરદનો માંડવો |
|
ઢોલી તારો ઢોલ
વાગે |
|
પટેલની પટેલાઇ
ઠાકોરની ખાનદાની |
|
ઢોલામારુ |
રાજસ્થાની |
ધરમભાઈ |
રાજસ્થાની |
બીરો હોવે તો ઐસો |
ઊંચી મેડીના ઊંચા
મોલનું રાજસ્થાની ડબિંગ |
હિરલ હમીર |
હિંદી ડબિંગ |
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના
કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે નરેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત
થયેલ છે.
·
શ્રેષ્ઠ સંગીત
માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)
·
શ્રેષ્ઠ ગુજરાતી
અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81)
·
દ્વિતીય શ્રેષ્ઠ
ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)
·
શ્રેષ્ઠ સંગીત
માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)
·
શ્રેષ્ઠ સંગીત
માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)
૨૦૧૨ માં નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે
એકેડમી એવોર્ડ મળેલો હતો.
-Source by wikipediya
No comments:
Post a Comment