વ્રજવાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ઐતિહાસિક ગામ છે. આ ગામમાં શહીદ થયેલી ૧૪૦ આહીર મહિલાઓના પાળીયા આવેલા છે. દસેક જેટલા વહીવંચા બારોટના અભિપ્રાય મુજબ સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયા મુજબ અમરાભાઇ આહિર અને રવાભાઇ આહિરના બે કબીલા હતા અને બન્ને કબીલાઓ વચ્ચે વધારે કુસંપ હતો. જેમાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી સામેના કબીલાનો હોવાથી તલવારના ઘાએ ઢોલી ઢળી પડતાં તેના પાછળ આઘાતમાં આવી જઇને ૧૪૦ આહિરાણીઓ સતી થઇ ગઇ હોવાનું વહીવંટીચા બારોટ મોઘા વાઘા પાસે ઉલ્લેખ છે.
વ્રજવાણી જઈ શકાય છે એકવાર જરૂર જશો
The Movies in MX Player


No comments:
Post a Comment